નમસ્કાર મિત્રો,
મારા વ્હાલા એન્જીનિયર્સ મિત્રો , જે સરકારી નોકરીની તલાશમાં છે એમના માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 2367 જેટલી સુપરવાઈઝર ઇન્સ્ટ્રટર (ITI) ની ભરતી બહાર પાડીને એક સોનેરી તક ઉભી કરવામાં આવી છે.આટલી મોટી સંખ્યામાં વેકેન્સી કદાચ આ પોસ્ટ માટે પહેલીવાર જ છે.તો મિત્રો આ તક ચૂકવા જેવી નથી.
હવે આ ભરતી વિશે હું વિગતવાર વાર વાત કરવા અહી જઇ રહ્યો છું કારણ કે ઘણા બધા ઉમેદવારોને અમુક કન્ફ્યુઝન છે .
✅* સૌપ્રથમ તો આના ઓફિશિયલ નોટિફિકેશન માં તમને જગ્યાઓની ગ્રુપવાઇઝ,કેટેગરી વાઈજ વહેંચણી,શૈક્ષણિક લાયકાત,અરજી કરવાની રીત અને છેલ્લી તારીખ વગેરે માહિતી મળી રહેશે.
✅*મહત્વની વાત એ છે કે આ ભરતી આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાઈ રહી છે જે પહેલા GTU દ્વારા યોજાતી હતી એટલે પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમમાં અહીં બહુ મોટો બદલાવ જોવા મળી રહયો છે.ટેકનિકલ તો છે જ પણ એમ્પ્લોયીબિલિટી સ્કીલ ના સ્થાને Gk, ગુજરાતી ગ્રામર,ઈંગ્લીશ ગ્રામર રાખવામાં આવ્યું છે.
✅*અહીં આપણે જાહેરાત ક્રમાંક- ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૭૭/૨૦૧૮૧૯ અને
૧૭૯/૨૦૧૮૧૯ માટે વાત કરીશું જે મોટા ભાગના બધાને લાગુ પડે છે.
✅*પરીક્ષા ને બે તબક્કામાં વહેંચવામાં આવી છે પ્રથમ લેખિત પરીક્ષા 150 ગુણ ની છે જે 2 કલાકની રહેશે જ્યારે બીજા તબક્કામાં Computer Proficiency Test છે જે 75 ગુણ ની અને 1.15 કલાક ની રહેશે.
✅* હવે લેખિત પરીક્ષાની વાત કરું તો જે મિત્રો ગૌણ સેવાની પરીક્ષા પહેલેથી આપી રહ્યા છે તેમના માટે નવું નથી 😊પણ કેટલાક મિત્રો જે સૌપ્રથમ વાર એપ્લાય કરી રહ્યા છે અને ખાસ મારા ઇન્ડસ્ટ્રીઝ ના મિત્રો જેમને છૂટવાની તક મળી છે😊 એમને પરીક્ષા પધ્ધતિ અને સિલેબસ સમજવો જરૂરી છે તો વિગતવાર પહેલાં લેખિત પરીક્ષા ના સિલેબસ ને સમજવાનો પ્રયત્ન કરીશું.
1⃣પ્રથમ ટોપિક
સામાન્ય જ્ઞાન(30 ગુણ)
હવે તમને એવું થતું હશે કે ફક્ત 30 ગુણ માટે આટલુ બધું કરવાનું? તો હા મિત્રો અત્યારે કોમ્પિટિશન અને અત્યારની ભરતીઓ ના મેરીટ જોતા એક પણ ટોપિકને સ્કીપ કરવો પરવડે નહીં.એમ પણ આપણે ટેકનીકલ માણસ😎 એટલે રિજનિંગ, ગાણિતિક કસોટીઓ,કોમ્પ્યુટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ,પર્યાવરણ માં વાંધો તો નહીં જ આવે.કરન્ટ અફેર્સ, રમતગમત અને સરકારી યોજનાઓમાં મેજર ઇવેન્ટ્સ મોટા ભાગે પુછાતી હોય છે એટલે એ તો અત્યારથી જ ચાલુ કરી દેવું પડે ,રોજના વધારેમાં વધારે 10 ન્યુઝ એવા હોય જે અગત્યના હોય જે અત્યારથી કરશો તો પરીક્ષા આવતા સુધી કવર થઈ જશે. ત્યારબાદ ભૂગોળ, ઇતિહાસ અને સંસ્કૃતિ ફકત ગુજરાતના જ કહ્યા છે એટલે એ પણ ઘણું ઓછું થઈ જાય છે.રહી વાત બંધારણ,જાહેર વહીવટ અને પંચાયતી રાજ તો હવે આને ઓપશન માં નીકાળી શકાય અથવા ફક્ત IMP 😊 કરી શકાય.
2⃣બીજો ટોપિક
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ (20 માર્ક)
(ધોરણ 12 લેવલ સુધીનું) જેમાં વ્યાકરણ પહેલા કરાય ત્યારબાદ સાહિત્ય ના અમુક ટોપિક કરો તો ચાલે.
3⃣* ત્રીજો ટોપિક
અંગ્રેજી વ્યાકરણ (લેવલ ધોરણ 12 પાસ)
જેમાં પટેલ એન્ડ પટેલ અથવા અન્ય કોઈ સારા પ્રકાશનમાંથી કરી શકો.
4⃣* ચોથો ટોપિક
જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને સંબધિત વિષય(૯૦ માર્કસ)
હવે મુખ્ય ટોપિક આ છે જેના વિશે બહુ કન્ફ્યુઝન છે હવે એમાં લઘુતમ શૈક્ષણિક ને લગતું છે એટલે ડિપ્લોમા લેવલનું કરવું પડે , જેમાં ઘણા ઉમેદવારો કહે છે કે ITI ની બુકમાંથી કરવું કે નહીં? તો જવાબ છે – ના .
કારણ કે એક તો એમાં ટ્રેડ વાઈજ હશે જ્યારે આપણે ગ્રુપનું કરવાનું છે જેમ કે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ફેબ્રિકેશન વગેરે ઉપરાંત એમાં ગુજરાતી માધ્યમ માં પુસ્તકો હોવાથી વાંચવા ઓછા અનુકૂળ આવશે.
બીજી મહત્વની વસ્તુ એ છે કે એમ્પ્લોયીબિલિટી વિષય જેનું લાસ્ટ ટાઈમ અલગથી 150 ગુણ નું પેપર હતું.પણ આ વખતે તાંત્રિક લખ્યું છે એટલે એમાં ના આવે.પરંતુ તેનો લાભ માત્ર પ્રથમ ટોપિકના અંગ્રેજી ગ્રામર અને કોમ્પ્યુટર માટે લઈ શકાય. વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ(ITI )કરવું હિતાવહ છે કારણ કે સામાન્ય જ્ઞાન માં પણ એ કવર થાય છે અને વિજ્ઞાનના અમુક પ્રશ્નો સામાન્ય જ્ઞાન માં તેમજ ટેકનિકલ મા પુછાતા હોય છે.ટેકનીકલ માં તમારા ગૃપ ને લગતા ઓબ્જેક્ટિવ પ્રશ્નો ડાયરેકટ કરી શકાય,(ઓબ્જેક્ટિવ મિકેનિકલ એન્જીનીયરીંગ, ઓબ્જેક્ટિવ ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ વગેરે બુક ઉપલબ્ધ છે જ ) ,થિયરી ના કરો તો ચાલે.આના માટે આપણે જુના ગૌણ સેવા ના ટેક્નિકલ આજ સુધી જેટલા પેપર લેવાયા છે તે રીફર કરી શકીએ.
✅ મિત્રો એક એક ટોપીક માટે શુ કરવું ? એના માટે પણ માહિતી આપવા ઇચ્છુ છું પણ બહુ લાબું થઈ જશે.CPT વિશે પણ ક્યારેક વિસ્તૃત ચર્ચા કરીશું.
✅ તો મિત્રો જગ્યાઓ બહુ જ વધારે છે.આયોજનબદ્ધ અને પદ્ધતિસરની મહેનત તમને 100% તમારી મંજિલ પહોંચાડશે.તો અત્યારથી જ લાગી જાઓ તનતોડ મહેનત કરવા
✅* વધુ માહિતી માટે સંપર્ક કરો
કેરિયર વે એકેડમી
જવાહર ચોક,મણિનગર,અમદાવાદ
(ટેક્નિકલ અને સમાનયજ્ઞાન બંને નો સમન્વય ધરાવતી શ્રેષ્ઠ યુવા ટિમ દ્વારા માર્ગદર્શન)
તો આજે જ સંપર્ક કરો
📞+91 – 98988 11051
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો